Saturday, December 12, 2020

કૃષ્ણનું Modern Management by તિર્થક રાણા

કૃષ્ણનું મોર્ડન મેનેજમેન્ટ એક નાનું પણ પ્રેરણાદાયી અને રસપ્રદ પુસ્તક છે. મારી વાત કરું તો મારે ઘરે આવેલા કાકી જે પંદર-વીસ મિનિટ બેઠા તેઓ પણ કહી ગયા કે તારું વંચાય જાય તો મને આપજે. મને આ પુસ્તકમાં રસ પડ્યો છે. આમ પણ અનુભવે હું એટલું જરૂર કહી શકું કે જે પુસ્તક શરૂની  દસ મિનિટમાં રસ ન જગાવી શકે એ પુસ્તક પછી આગળ વાંચો તો પણ કંટાળો જ પ્રદાન કરે છે.

કૃષ્ણનું Modern Management  by તિર્થક રાણા


કૃષ્ણને સમજવા આજની પેઢીને એમની ભાષામાં સમજાવવા પડે છે, જે કામ તિર્થક રાણાએ સુપેરે કર્યું છે.  રોજિંદી વાતોને, ઘટનાઓને જીવન સાથે જોડી જો ઉદાહરણ આપવામાં આવે તો વાત ઘીથી લચપચતા શીરાની જેમ ગળે ઉતારાવી શકાય. આ પુસ્તક બસ એ રોજિંદી ઘટનાઓ, વાતો, નિર્ણયોને કૃષ્ણનાં ત્રાજવે તોળી આ આધુનિક સમયમાં કૃષ્ણ હોત તો એ શું કરત કે આ સંદર્ભમાં કૃષ્ણનો શો અભિગમ કે ઉપદેશ હોત એ વિષે વાત કરે છે. તિર્થક રાણાનું પુસ્તક પણ આ જ સમજાવવાની અને તેમના ઉપદેશો આજના જીવનમાં કેટલા અને કેમ પ્રસ્તુત બની શકે એ માટેનો પ્રયત્ન કરે છે.


આજના કળિયુગમાં બધાં દેવોને સમજવા કે પૂજવા અઘરાં લાગે છે. પણ કૃષ્ણને તમે સારી સમજી શકો એટલે જ તેને પૂજવા સરળ થઇ જાય છે. એ કોઈ ચાલુ ચીલે ચાલ્યા જ નથી. એ  અંતરથી બળવાખોર છે અને એટલે જ કદાચ આપણને સૌને એ અત્યંત પ્રિય છે.  


દરેક લેખના અંતે મૂકાયેલ ‘ખળભળાટ’ એ ઉત્તમ વન લાઈનરનો સમૂહ છે. વન લાઈનર એ જમ્યા પછીનો મુખવાસ છે જે ચગળવાનો ગમે છે. રાણા સાહેબના આ વન લાઈનર ખરેખર ખૂબ સરસ છે.  આ ઉપરાંત, મને વ્યક્તિગત રીતે ગમેલી ટિટોડીનાં બચ્ચાનાં સંદર્ભમાં લખાયેલી વાત કે બધી વિષમતાઓ વચ્ચે ‘એ’ જેને બચાવવા ચાહે તેને બચાવે જ છે અને એ જેનો વિનાશ નિશ્ચિત કરે તેનો વિલય નક્કી જ છે. આ ‘આ’ એટલે ભગવાન નહીં પણ તમારાં અંદર રહેલો તમારો અંતરાત્મા. લેખકનાં શબ્દોમાં, “જીવમાત્રનાં અંતરમાં રહેલો આત્મવિશ્વાસ.”


કર્મ વિષેની વાત લેખકે એક યા બીજી રીતે દરેક લેખમાં કરી છે. કર્મયજ્ઞ પેટાવવો એ જ આજના સમયનો તકાદો છે. અને લેખકના શબ્દોમાં જ કહીએ તો “ભગવાન પાસે દયાની ભીખ માંગવા કરવા અથાક કર્મોની બંદગી તેને વધુ પસંદ છે.”  

0 comments:

Post a Comment

Labels

Like Us

Followers

Blog Archive