Monday, April 8, 2019

Gujarati Book Review - Paralysis - Chandrakant Bakshi

After a long time we are back with review in two languages. Today we would like to share review of master piece of Chandrakand Bakshi - "Paralysis"



Click here to check review in English
The introduction of the book, Paralysis, "Precious Gem: Chandrakant Bakshi of Gujarati Literature" is absolutely correct. In my opinion, the novel is a match with the self. If the readers see themselves reflected in the novel characters, they can understand the novel with justice. Paralysis is a story of a common man like you and me.

After stirring the soda bottle, it bubbles up and the bubbles sit in a few minutes. If in the next few minutes, if you open the bottle of soda then the foam flowing liquid flows from the bottle. It is the same with human suffering. Often, humans have a godly power to endure the sufferings of the mountain. Leaving some exceptions, there is no shortage of motivation for men who have lost everything. The pain that has come is in some corner of the heart, it is only human beings who want to become normal again. But sometimes it does not remain unaffected without coming out. Such a person who always ran away from the evil of his pain, distress, and disobedience, Aram Shah. The overflow of his sorrows brought him an attack of Paralysis.

After an attack of paralysis, a single-headed professor was brought to a small hospital in Hill station. A hospital where the doctor also did not want to settle down. But there was a matron, Ashika, who wanted to serve in that dull hospital, on her own will. This matron took care of Profession and bring back professor from the lifeless state.

At one stage, the professor could be seen flirting with matron from his dialogue even with her. Forty-five-year-old professor and a decade younger matron, the age where most Indian men and women have stable. But the professor was alone, and especially because of his relationship, the loneliness in his life had dull him. The relationship between loneliness and the relationship between Patient and Matron is tied.

Since the professor's profession, Aram Shah was also a well-thought-out person. So, looking at his methods of questioning, talking and contemplating - Matron said, "Uneducated patients do not ask good questions, they do not ask a lot of questions. Nerves may have little effect and the patient will get better soon." Because of his habit of overthinking, he often went into the past and started thinking about his wife and his daughter 'Marisha'. In the story, when Marisha and Ashika sometimes get together in one another, for a reader it is tough to decide what the professor expected in Metron? Mother, lover or daughter?

As the story progresses, it became clear that the professor wanted a relationship, but he didn't have a fixed name set in the social circle, the relationship where he can talk, where he can get a new acquaintance, where he can take the self.

Paralysis is the story of a person trying to break into his new life. This is a masterpiece written by Chandrakant Bakshi, whose translations are also available in Marathi, Hindi, and English.



ગુજરાતીમાં રીવ્યુ જોવા અહિયાં ક્લિક કરો
પેરેલિસિસ પુસ્તકની પ્રસ્તાવનાઓનાં પાનાં ઉપર જ ‘ગુજરાતી સાહિત્યનું અણમોલ રત્ન : ચંદ્રકાંત બક્ષી’ લખ્યું છે તે એકદમ યથાર્થ છે. મારાં મતે નવલકથા એ સ્વ સાથેનો મેળાપ છે. નવલકથાનાં પાત્રોમાં જો વાંચકો પોતાને જ પ્રતિબિંબિત થતાં જોઈ શકે તો તેઓ નવલકથા ન્યાય સાથે સમજી શકે, આત્મસાત્ કરી શકે... પેરેલિસિસ એક તમારાં, મારાં જેવાં સામાન્ય માણસની કથા છે, જે મારાં- તમારાંથી જરા પણ જુદો નથી.
સોડાની બોટલને ખૂબ હલાવો પછી તેમાં પરપોટા થાય અને એ પરપોટા થોડીવારમાં બેસી જાય છે. પછીની જો થોડીક મિનિટોમાં તો જો તમે એ સોડાની બોટલ ખોલો તો ફીણ-ફીણ કરતું ઉભરાતું પ્રવાહી એ બોટલમાંથી છલકાઇને ઢોળાઈ જાય છે. મનુષ્યનાં દુઃખોનું પણ એવું જ છે . પહાડ જેવું દુઃખ આવી પડે તે સહન કરવાની ઘણીવાર મનુષ્યોમાં ઈશ્વરીય શક્તિ આવી જાય છે. અમુક અપવાદો બાદ કરીને એવાં બધું જ લૂંટાવી ચુકેલા, ગુમાવી ચુકેલા પુરુષોની આંખોમાં ફરી સર્વ પોતાનું કરી લેવાનો જુસ્સો અછતો નથી રહેતો. આવી પડેલું દુઃખ હૃદયનાં કોઈક ખૂણે દાબી દઈ, ફરી નોર્મલ થવાની કોશિષ મનુષ્યો કરે જ છે. પણ ઘણીવાર એ દુઃખનો ઉભરો પણ બહાર આવ્યા વિના રહેતો નથી. આવો જ પોતાની પીડા, તકલીફ અને અસફળતાનાં અપરાધભાવથી દૂર ભાગતો પુરુષ એટલે અરામ શાહ અને એનાં દુઃખનો ઉભરો એટલે એને થયેલો રોગ એટલે પેરેલિસિસ.... પેરેલિસિસનાં અટેક પછી એકલો-અટૂલો પ્રોફેસર કોઈક હિલસ્ટેશનની નાનકડી હોસ્પિટલમાં લાવવામાં આવે છે. એવી હોસ્પિટલ કે જ્યાં ડૉકટર પણ સ્થાયી થઇ રહેવા ઈચ્છતો નથી. પણ ત્યાં એક મેટ્રન છે, આશિકા. જે આ નીરસ હોસ્પિટલમાં પોતાનું આયખું સેવામાં ગુજારવા ઈચ્છે છે. આ મેટ્રન પોતાની કાળજીભરી શુશ્રુષા દ્વારા પ્રોફેસરનાં નિર્જીવ થઈ ગયેલા શરીરમાં ફરી પ્રાણ ફૂંકે છે.
એક તબક્કે પ્રોફેસર એ મેટ્રન સાથે ફલર્ટ કરતાં પણ એમનાં સંવાદમાંથી અનુભવી શકાય છે. ઓગણપચાસ વર્ષનાં પ્રોફેસર અને એમનાથી એક દાયકો નાની મેટ્રન , એવી ઉંમર જ્યાં મોટાભાગનાં ભારતીય સ્ત્રી-પુરુષોનું જીવન સ્થિર થઇ ગયું હોય છે. પણ પ્રોફેસર એકલા છે અને અને ખાસ કરીને એમનાં સંબંધોને કારણે એમનાં જીવનમાં વ્યાપેલી એકલતા એમને અંદરોઅંદર કોરી ખાઈ છે.એ એકલતાનાં પડ વીંધીને એ પેશન્ટ અને મેટ્રન વચ્ચે દોસ્તી જેવો સંબંધ બંધાઈ છે. આમ પણ એકલાં પડી ગયેલા અને પેરેલિસિસનાં કારણે હલન ચલન પણ ન કરી શકતા અરામ શાહ માટે લેખકનાં જ શબ્દોમાં, “બહારી દુનિયા આંખથી ખુલી ન શકે એટલી દૂર જઈને બિડાઈ ગઈ હતી, દીવાલો વચ્ચેનો ચોરસ ટૂકડો નાનું આકાશ માપીને, કાપીને એને જોવા માટે આપ્યો હોય એટલો મર્યાદિત થઇ ગઈ હતી.”
પ્રોફેસરનો વ્યવસાય હોવાથી અરામ શાહ સ્વાભાવિકપણે ચિંતક પણ છે તેથી તેમની પ્રશ્નો કરવાની, વાત કરવાની અને ચિંતન કરવાની તેજાબી રીત જોઈ- સાંભળી મેટ્રન તેમણે કહે છે, “ભણેલાં દર્દી કરતાં અભણ દર્દી સારો, બહુ સવાલો ન પૂછે. જે કહે તે માની લે એટલે નર્વ્સને ઓછી અસર થાય અને દર્દી જલ્દી સારો થાય.” આ જ ચિંતનની ટેવને કારણે વારંવાર પ્રોફેસર પોતાનાં ભૂતકાળમાં ગર્ત થઇ જાય છે. એ ભૂતકાળ મોટેભાગે તેમની પત્ની અને તેમની પુત્રી ‘મારીશા’ની આસપાસ વણાયેલો છે. કથામાં મારીશા અને આશિકા ક્યારેક એકબીજામાં એકરૂપ થઈ જાય છે ત્યારે સમજાતું નથી કે એ મેટ્રનમાં પ્રોફેસર શું ઝંખે છે? માતા, પ્રેમિકા કે પુત્રી?
જેમ કથા આગળ વધતી જાય છે તેમ સ્પષ્ટ થઇ જાય છે, પ્રોફેસર એક સંબંધ તો ઝંખે છે પણ એને સમાજનાં ચોકઠાંમાં ગોઠવાયેલું સુનિશ્ચિત નામ નથી હોતું, એવો સંબંધ જ્યાં એ વાતો કરી શકે, જ્યાં પોતાનો જ નવેસરથી પરિચય મેળવી શકે, જ્યાં એ સ્વને ચાહી શકે.
આશિકા અને અરામ એકમેક પ્રત્યે ખેચાણ અનુભવે છે કારણ કે બનેની એકલતાનો સહારો એકમેકનો સાથ જ છે. એ સહારો છોડી દઈને નવી જિંદગી તરફ ડગ માંડવાની કોશિષની કથા એટલે પેરેલિસિસ...
અદભુત કથાગૂંથણી અને પાત્રોનાં સર્જન દ્વારા ચંદ્રકાંત બક્ષીની કલમે આલેખાયેલો આ એક માસ્ટરપીસ છે, જેનાં મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં પણ અનુવાદો ઉપલબ્ધ છે.



Talking about ratings
  1. Character : 3.5
  2. Plot : 4
  3. Language: 3.5
  4. Overall: 4.5
Book can be found at - Amazon
Review from other readers can be found at GoodReads

1 comment:

Labels

Like Us

Followers

Blog Archive